બે બાળ જોડકણાં 11


1.

એક હતી શકરી

એણે પાળી બકરી

શકરી ગઈ ફરવા

બકરી ગઈ ચરવા

ફરીને આવી શકરી

ભાળી નહીં બકરી

રડવા લાગી શકરી, એં એં એં,

આવી પહોંચી બકરી બેં બેં બેં

2.

મામાનું ઘર કેટલે

દીવો બળે એટલે

દીવો મેં તો દીઠો

મામો લાગે મીઠો

મામી મારી ભોળી

મીઠાઈ લાવે મોળી

મોળી મીઠાઈ ભાવે નહીં

રમકડાં કોઈ લાવે નહીં


11 thoughts on “બે બાળ જોડકણાં

Comments are closed.