મને એ સમજાતું નથી – કરસનદાસ માણેક 3


મને એ સમજાતું નથી કે શાને આવું થાય છે ?
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે !

ટળવળે તરસ્યાં, ત્યાં જે વાદળી વેરણ બને,
તે જ રણમાં ધૂમ મૂસળધાર વરસી જાય છે !

ઘર વિના ઘૂમે હજારો ઠોકરાતા ઠેરઠેર,
ને ગગનચૂંબી મહેલો જનસૂનાં રહી જાય છે !

દેવડીએ દંડ પામે ચોર મૂઠી જાર ના,
લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે !

કામધેનું ને મળે ના એક સુકું તણખલું,
ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે !

છે ગરીબો ના કૂબામાં તેલ ટીપું ય દોહ્યલું,
ને શ્રીમંતો ની કબર પર ઘી ના દીવા થાય છે !!!

– કરસનદાસ માણેક


3 thoughts on “મને એ સમજાતું નથી – કરસનદાસ માણેક

 • DARSHAK MEHTA

  ખુબ જ સરસ કવિતા કે જેને હુ ઘના સમયથેી શોધતો હતો તે મળી ખરી
  ખૂબ ખૂબ આભાર …

 • PAMAKA

  છે ગરીબો ના કૂબામાં તેલ ટીપું ય દોહ્યલું,
  ને શ્રીમંતો ની કબર પર ઘી ના દીવા થાય છે !!!

 • RAMESH K. MEHTA

  SAMAY NO PRABHAV

  SAMAY BADA BALVAN NAHI MANUSHYA BALVAN,
  KABE ARJUN LUTAYO VAHI DHANUSHYA VAHI BAN.

Comments are closed.