કારગીલ – પરવેઝ મુશર્રફનો દ્રષ્ટીકોણ 4


પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રમુખ પરવેઝ મુશર્રફની આત્મકથા કે કથની ઈન ધ લાઈન ઓફ ફાયર મારા હાથમાં આવી. આમ તો તેને વાંચવાની ઈચ્છા ઓછી હતી પણ જેણે મને એ પુસ્તક આપ્યું તેણે મને કારગીલ વિશેના પ્રકરણને વાંચી જવા સૂચવ્યું. માણસ પોતાની ભૂલ કે ખંધાઈને કેવા કેવા ઓથા અને અંચળા હેઠળ છુપાવી શકે છે તે જોવા પણ આ પ્રકરણ વાંચી ગયો. પોતાના અસત્યને અને ખોરી દાનતને તેમણે શબ્દોમાં કેમ મઠારી છે તે દર્શાવવા આનું અક્ષરશઃ ભાષાંતર કર્યું છે. આતંકવાદીઓ કે ત્રાસવાદીઓ કે ઘૂસણખોરોને તે આઝાદીના લડવૈયાઓ કહે છે….અને છડેચોક સ્વિકારે છે કે તેમને પાકિસ્તાન સેનાએ મદદ કરી….અને છતાંય હજી આ લખવા જેટલી હિંમત તેમનામાં છે…..આ ભાષાંતરનો ઉદ્દેશ્ય એક જ છે, એ સમજવું કે આપણા સૈનિકો ફક્ત પાકિસ્તાની સૈનિકોજ નહીં પણ કહેવાતા નાગરીક ધૂસણખોરો સામે પણ લડે છે, પણ એવી જગ્યાઓ પર જ્યાં બે ઘડી ઉભું રહેવું એ આપણા માટે વિચારવાની વસ્તુ છે. 

——>

કારગીલ સમસ્યાને સમજવા એ કહેવુ જરૂરી છે કે કારગીલ એક વખતમાં થયેલી તકલીફ ન હતી. પણ એ આવા ઘણા ફેરફારો અને તેના જવાબમાં થયેલ ફેરફારો હતા જે ભારત અને પાકિસ્તાન પહોચી પણ ન શકાય તેવા, બરફથી ઢંકાયેલ વિસ્તારોમાં રાજકીય ચાલોથી રમતા હતા. ભારત એવા વિસ્તારો કબજે કરી લેતું જેમાં અમારી હાજરી ખૂબ પાતળી રહેતી, અને અમે પણ એમજ કરતાં. આ રીતે તેમણે સિયાચીન કબ્જે કર્યું હતું. અને આ જ રીતે કાશ્મીરની આઝાદી માટે લડતાં મુજાહીદ્દીન કારગીલની એ ઉંચાઈએ પહોચ્યા હતા જે ભારતીય સેનાએ ઠંડીની મોસમને લઈને ખાલી કરી હતી. ઓક્ટોબર ૧૯૯૮માં ભારતે દાવો કર્યો કે તેણે બે પાકિસ્તાની હુમલાઓ સિયાચીન વિસ્તારમાં પાછા વાળ્યા, ઓક્ટોબર ૧૬ અને ૧૮. મારો સ્ટાફ એ વાતની ખાત્રી આપતો હતો કે આવા કોઈ હુમલા થયા ન હતા. છતાં પણ મેં ઉત્તરી પ્રાંતના સેના પ્રમુખને બોલાવ્યા જેથી મને ખબર પડે કે ખરેખર તેમની જવાબદારી વાળા વિસ્તારમાં શું ચાલી રહ્યું છે. તેમણે પણ એ વાતનું સમર્થન કર્યું કે આવા કોઈ ઓફીશીયલ હુમલાઓ થયા ન હતા. ભારતના દાવાઓને તેમણે ખોટા ઠેરવ્યા. અને ઉમેર્યું કે ભારતે આ જ રીતે દર મહીને એક હુમલાના રીપોર્ટ ગયા ઉનાળામાં પણ આપ્યા હતાં. આ જ રીતે નવેમ્બર ૧૯૯૮માં મને આવા પાંચ હુમલાઓના રીપોર્ટ મળ્યા જે અવિશ્વાસપાત્ર હતાં. અમને પછી ખબર પડી કે આ મુજાહીદ્દીન (આઝાદીના લડવૈયાઓ) ની હલચલ સાથે સંબંધિત હતું.

અમને ખબર હતી કે હજારો મુજાહીદ્દીન, મુખ્યત્વે ભારતીય મૂલના કે ભારત કબ્જાનાં કાશ્મીરના હતાં. અને તેમને થોડાંક પાકીસ્તાનનાં બીજા મુક્ત સહયોગીઓ પણ હતાં. તેઓ બંને તરફ એવી તરફથી સરહદ પાર કરવાનો પ્રયત્ન કરતાં જ્યાં તેમની પાતળો કબ્જો હતો અને જ્યાં જવુ મુશ્કેલ હતું. મેં મિલીટરી ઓપરેશન્સ અને મીલીટરી ઈન્ટેલીજન્સ ડાયરેક્ટરેટને જનરલ હેડક્વાર્ટરમાં અને રાવલપીંડી કોપ્સ ને કહ્યું કે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરે, આ સમય દરમ્યાન ભારતીયોએ હુમલાઓની વાતો ચાલુ રાખી.

પરિસ્થિતિનો મૂલ્યાંકન રીપોર્ટ ડીસેમ્બર અંતમાં આવ્યો. અમે જાણ્યું કે ભારતીયોની હુમલાની વાતો, તેમની સંખ્યા અને પરિવર્તન સમયગાળો અચોક્કસ હતો. અમારા ઈન્ટેલીજન્સના ઘણા સૂત્રોએ કહ્યું કે ભારત અમારી સામે ઉતરી વિસ્તારોમાં કેટલાક ઓપરેશન કરવા જઈ રહ્યું છે. શાકમા વિસ્તારમાં ભારતના હુમલાનો ભય હતો. અમે ભારતના દ્રાસ અને કારગીલ વચ્ચેના રોડપર શેલીંગ કરતા.  તે ભારત તરફથી અમારી તરફના અંકુશરેખાનો ભાગ, નીલમ ખીણના રોડ પર થતા હુમલાના જવાબ રૂપે હતો.

સાધારણ રીતે ભારતીયો બે વધારાની બ્રિગેડ લેહથી દર શિયાળામાં શ્રીનગર ખીણમાં ખસેડી લેતાં, પણ ૧૯૯૮માં આ બે બ્રિગેડ ઝોઝીલા ની ઉત્તરમાં રાખવામાં આવી અને ભારતની સત્તરમી બ્રિગેડ પણ દ્રાસમાં મૂકાઈ. આના લીધે ઝોઝીલામાં રસ્તો જલ્દી ખૂલવાના લીધે ભારતીયોને સરળતાથી મોકો મળી ગયો, જે અમારી તરફના બર્ઝીલ પાસથી સરળ હતો. પાકા રસ્તાની સગવડે પણ ભારતીયોને એ વિસ્તારમાં પૂરવઠો પૂરો પાડવામાં મદદ કરી. કારગીલ અને દ્રાસમાં અમારી જગ્યાઓ વચ્ચે મોટા ગાબડાં હતા. જેના લીધે ભારતીયોને આ રેખા પસાર કરવામાં સરળતા થઈ. ભારતીયોએ ખાસ બંકર ફોડવાના સાધનો પાનખર ૧૯૯૮માં સફળ અખતરા સાથે ખૂબ મોટી સંખ્યામાં ખરીદ્યા તેની સાથે ખાસ હથીયારો, સ્નો સ્કૂટરો અને સ્નોમોબાઈલ ખરીદ્યા. ભારત જાણે અંકુશરેખા પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું હતું.

અમારા સૂત્રો ખૂબ વિશ્વસનીય હતા. ભારતીયો અંકુશરેખાની અમારી તરફ સરકી રહ્યા હતાં અને તે પણ શિમલા કરાર છતાં, જે ભારત અને પાકિસ્તાને ૧૯૭૧માં કર્યા હતાં અને અંકુશરેખાની નક્કી કરી હતી. ભારતે અમને ચોર્બાટ લા, કમાર સેક્ટર અને સીયાચીનના ઉત્તરી વિસ્તારોમાં ચકાસ્યા હતાં અને ભારતીય રક્ષા પ્રધાન જ્યોર્જ ફર્નાન્ડીસની આ વિસ્તારની મુલાકાતોનો સિલસીલો એ સૂચવતો હતો કે તેઓ વધુ સખત થવાના હતાં.

ભારતીયો અંકુશરેખા પર અમારા સંખ્યાબળથી છંછેડાયા હતા. બે સેનાઓ વચ્ચે પહેલું યુધ્ધ ૨ મે ના રોજ થયુ જ્યારે ભારતીય સેનાએ શ્યોક વિસ્તારમાં અમારી જગ્યામાં ઘૂસણખોરી કરી. જ્યારે બીજુ યુધ્ધ આઝાદીના લડવૈયાઓ સાથે બત્તાલીક વિસ્તારમાં ૭ મે ના રોજ થયું. ભારતને ભારે ખુવારી વેઠવી પડી. જ્યારે ૧૦ મે ના રોજ આઝાદીના લડવૈયાઓ સાથે લડાઈમાં ભારે ખુવારી વેઠવી પડી ત્યારે ભારતીયો સતર્ક થઈ ગયા. ભારતે વધારે પડતો જવાબ આપવાની લ્હાયમાં એરફોર્સને પણ લાવી દીધું અને હેલીકોપ્ટર આઝાદીના લડવૈયાઓની ઘૂસણખોરી રોકવા ઉડવા માંડ્યા, પણ તેમની કાર્યપ્રણાલી આ પૂરતીજ મર્યાદીત ન હતી. ભારતીયોએ અંકુશરેખા ઓળંગી પાકિસ્તાનની સેનાના ઠેકાણાઓને પણ નિશાન બનાવવાનું શરૂ કર્યું. આના લીધે અમે ભારતીયોના એક હેલીકોપ્ટરને તોડી પાડ્યું. પછી ભારતીયોએ ખૂબ આક્રામક હુમલાઓ કર્યા અને લડવૈયાઓને તથા અમારા દળોને મારવા લાગ્યા જે અંકુશરેખાની આ તરફ હતાં.

આઝાદીના લડવૈયાઓની ઘૂસણખોરી ચાલુ હતી અને અમારા ફીલ્ડ કમાંડર્સ તેનમે સતત મદદ પહોંચાડતા હતાં. તેમણે ભારતના અંકુશમાં રહેલા કાશ્મીરનો લગભગ ૫૦૦ ચોરસ માઈલ એટલે કે ૮૦૦ વર્ગ કીલોમીટરનો વિસ્તાર કબ્જે કરી લીધો. તેમને મદદ કરવા અને ભારતીય સેના સામે લડવા તેમને જુસ્સો અપાવવા અમે તે વિસ્તારમાં આઉટપોસ્ટસ ઉભી કરી જે અમારા આંખ અને કાન હતાં, અમે રેઈડ પાડતા અને હુમલા કરતા.

પાકિસ્તાની સેના માટે કારગીલ યુધ્ધ એક ઐતિહાસિક ક્ષણ હતી. આઝાદીના લડવૈયાઓ સાથે અમારી પાંચ બટાલીયન હતી જેમણે ભારતીય સૈન્યની ચારથી વચુ ડિવિઝન્સને દોડાવી. દક્ષિણ વિસ્તારોમાં તેમની હલચલ માટે તેઓ આર્ટીલરી ના હુમલાઓ ખાસ જગ્યાઓએથી કરતાં. ભારતે તેની આખી રાષ્ટ્રીય સામગ્રી અને તેમની એરફોર્સ અહીં લગાડી. ૪ જુલાઈ સુધીમાં તેમને અમુક સફળતાઓ મળી પણ મારા મતે તે અપૂરતી હતી. તેમના વિસ્તારોમા આઝાદીના લડવૈયાઓ સાથે અમારા સૈનિકો ઘણા ખાસ સ્થળો પર કબ્જો કરી બેઠા હતાં.

બે તરફથી કોઈ પણ નેતાગીરીને લડાઈ ખપતી ન હતી પણ ભારતે અમને રાજકીય રીતે એકલા પાડી દેવા મુત્સદીગીરી વાપરીને ખૂબ પ્રયત્નો કર્યા. અને પ્રધાનમંત્રી નવાઝ શરીફ પર આ આંતરરાષ્ટીય દબાણની ઉંધી અસર પડી. ૪ જુલાઈએ સીઝ ફાયર થઈ, જે પ્રમુખ બીલ ક્લિન્ટનના દબાણને લઈને થઈ. આંતરરાષ્ટ્રીય દબાણ અસહ્ય હતું. પ્રમુખ બિલ ક્લિન્ટન જે એકમાત્ર એવા રાજકારણી હતા જેમનો પ્રભાવ ભારત અને પાકિસ્તાન બંને પર હતો. પણ સાચી રીતે તે મંત્રણા ન હતી. શરીફ શરતો વગરની શરણાગતિ સ્વીકારી ગયા. પરિસ્થિતિને વધુ ખરાબ કરવા અમારી સેનાના સ્થળો પણ ખોટા બતાવાયાં. પાકિસ્તાનની રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ તેને આ પરિસ્થિતિમાં દોરી ગયો.


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “કારગીલ – પરવેઝ મુશર્રફનો દ્રષ્ટીકોણ