Daily Archives: October 16, 2008


ચોર અને રાજા – રાજસ્થાની બાળકથા

જૂના જમાનામાં કોઈ એક રાજ્યમાં એક ચોર હતો. તે ખૂબ ચતુર અને હોંશીયાર હતો. લોકો કહેતા કે તે કોઈની આંખોમાંથી આંજણ ચોરીને જતો રહે તોય ખબર ન પડવા દે. એકવાર તે ચોરે વિચાર્યું કે જો તે રાજધાનીમાં જઈને કોઈક મોટી ચોરી ન કરે તો રાજ્યના મોટા ચોરો વચ્ચે તેની ધાક નહીં જામે… આમ વિચારી તે રાજધાનીમાં પહોંચ્યો. આખાય નગરમાં આંટો માર્યા પછી તેણે રાજાને જ લૂંટવાનું નક્કી કર્યું. પણ મહેલની આસપાસ ખૂબ ચોકીપહેરો હતો. રાજાના મહેલ પર ખૂબ  મોટું ઘડીયાળ હતું. ચોરે થોડાક ખીલા ભેગા કર્યા અને એક અંધારા ખૂણાંમાં જતો લપાતો છુપાતો પહોંચ્યો. બાર વાગ્યાના ટકોરા પડ્યા કે ચોરે એક એક ટકોરા સાથે મહેલની દિવાલોમાં ખીલા ઠોકવા માંડ્યા, એક એક ટકોરા સાથે તેણે એક એક ખીલો ઠોક્યો અને બાર ખીલા નખાઈ રહ્યા ત્યાં તે ખીલાઓ પર ચડી મહેલમાં પહોંચી ગયો. તેણે ખજાનામાંથી ઘણા હીરા ચોરી લીધા. બીજે દિવસે જ્યારે રાજાને તેના મંત્રીઓએ આ ચોરીની ખબર આપી ત્યારે તે અચંભામાં પડી ગયો. આટલા ચોકી પહેરા છતાંય આવું કેમ થયું? રાજાએ સિપાહીઓની સંખ્યા બમણી કરી દીધી, થોડાક સૈનિકોને તેણે ખાસ આ ચોરને પકડવાનું કામ આપ્યું અને તેણે શહેરમાં ચોરને પકડાવનાર માટે ઈનામ જાહેર કર્યું. જ્યારે આ બધી વાતો દરબારમાં ચાલી રહી હતી ત્યારે ચોર ત્યાં એક નાગરીકના વેશમાં ઉભો હતો. તેણે બધી વાતો સાંભળી, જે સૈનિકોને આ ચોરને પકડવાનું કામ અપાયું હતું તે બધાયના ઘરે તે સાધુના વેશમાં ગયો અને તેમની પત્નિઓને સમજાવ્યું કે આજે રાત્રે તેમના પતિઓ જ્યારે ચોરને પકડવા જાય પછી કોઈ દરવાજા ન ખોલે, કોઈ આવે અને તેમના પતિના અવાજમાં દરવાજો ખોલવા કહે તો અગાશી કે છજ્જામાંથી સળગતા […]