Daily Archives: September 16, 2008


તમે મારા દેવના દીધેલ છો – ઝવેરચંદ મેઘાણી 5

તમે મારા દેવના દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો, આવ્યા ત્યારે અમર થઈને રો’! મા’દેવ જાઉં ઉતાવળીને જઈ ચડાવું ફૂલ, મા’દેવજી પરસન થિયાં ત્યારે આવ્યાં તમે અણમૂલ, તમે મારૂં નગદ નાણું છો, તમે મારૂં ફૂલ વસાણું છો, આવ્યા ત્યારે અમર થઈને રો’! મા’દેવ જાઉં ઉતાવળીને જઈ ચડાવું હાર, પારવતી પરસન થિયાં ત્યારે આવ્યા હૈયાના હાર. – તમે. હડમાન જાઉં ઉતાવળીને જઈ ચડાવું તેલ, હડમાનજી પરસન થિયાં ત્યારે ઘોડિયાં બાંધ્યા ઘેર. – તમે (પછી નામ મૂકીને માતા થોડો વિનોદ કરી લે છે…) ચીંચણ પાસે પાલડીને ત્યાં તમારી ફૈ, પાન સોપારી ખાઈ ગઈ, કંકોતરીમાંથી રૈ. – તમે ભાવનગરને વરતેજ વચ્ચે બાળુડાની ફૈ, બાળુડો જ્યારે જલમીયો ત્યારે ઝબલા ટોપીમાં થી ગૈ, બાળુડો જ્યારે પરણશે ત્યારે નોતરા માંથી રૈ, – તમે. – – ઝવેરચંદ મેઘાણી