Daily Archives: September 3, 2008


પાપા, આ ચું ચે? – જીગ્નેશ અધ્યારૂ 18

હું ઓફીસથી આવીને ડ્રોઈંગ રૂમમાં ટીવી જોતો હતો, અને મારી પત્ની રસોડામાં રસોઈ કરી રહી હતી. મારી દોઢ વર્ષની દીકરી તેના રમકડાં સાથે રમી રહી હતી. હું ટીવી પર કોઈક સારો કાર્યક્રમ શોધવાની પેરવીમાં હતો કે અચાનક મારી પુત્રી મને પૂછી બેઠી, “પાપા આ શું છે?” હું અવાચક થઈ ગયો. અમે તેને શીખવતા હતા કે આને હાથ કહેવાય, આને પગ કહેવાય, કે હાર્દીની આંખો ક્યાં છે ને હાર્દીના કાન ક્યાં છે, વગેરે વગેરે અને તે અમને ઈશારાથી જવાબ આપતી. પણ આમ તેના મોઢે પહેલી વાર આવો પ્રશ્ન સાંભળ્યો, મારી પત્ની ખુશ થતી રસોડામાં થી ત્યાં આવી ઉભી અને ખેલ જોઈ રહી. મેં તેને જવાબ આપ્યો, “બેટા એને હાથ કહેવાય”. ફરી તે જ પ્રશ્ન, “પાપા આ શું છે?” અને મેં ફરી એ જ જવાબ આપ્યો “આ હાથ છે.” મને તેના હાવભાવ જોવાની મજા આવવા લાગી. તેને કદાચ સંતોષ નહીં થયો હોય એટલે તેણે પાછું ફેરવ્યું “પાપા, આને હાથ કહેવાય?” એને એમ કે આમાં એવુ તો શું છે કે આને હાથ કહેવો પડે? ડોકીને ઉંચી નીચી કરી, ઝાટકો મારી આવા પ્રશ્નો પૂછવાની તેની આવડત પહેલી વાર જોઈ રહેલા અમે તેના જવાબો આપવા તત્પર હતા. “હા આને હાથ કહેવાય……” થોડા સમય પછી ફરી “પપ્પા આ શું છે?”, મેં જવાબ આપ્યો “આને રીમોટ કહેવાય”, તો તે ફરી પૂછે “મીમોટ કહેવાય?” “હા દીકરા” મેં કહ્યું. જમતી વખતે “પપ્પા આ શું છે?” “બેટા આ રોટલી કહેવાય” “રોતલી?” “હા રોટલી” તેની મમ્મી એ જવાબ આપ્યો. અને તેને ખવડાવવાનો પ્રયત્ન પાછો શરૂ કર્યો. એકવાર મકોડાને પકડીને પૂછે “પપ્પા આ શું છે?” તેની મમ્મી તેને ખીજાઈ ને કહે “ફેંકી દે […]