જે હતા મિત્રો – સારસ્વત


ભીના ભરપૂર કાંટાળા, લીલેરા જે હતા મિત્રો;
હવે ખડકો અને રણ રણ, ગયા બદલાઈ સૌ મિત્રો.

અમારી સહેજ અમથી લાગણી આંબા થઈ ફળતી;
લઈ સોગંદ ખારાપાટના રઝળાવતા મિત્રો.

કદી ડુંગર નથી માંગ્યા, ન માગ્યા ધોધમારો કંઈ;
મૂઠી બે હાસ્ય, ખોબો જળ, છતાં ટટળાવતા મિત્રો.

અમારી પણ હતી દુનિયા, હતી ધૂળનેય મહેકાવી;
પડી છે એ જ આંખોમાં, સમજતા કેમ ના મિત્રો.

– સારસ્વત


આપનો પ્રતિભાવ આપો....

0 thoughts on “જે હતા મિત્રો – સારસ્વત

  • chandra.

    Saraswatji-
    tamara kawya ma ek-dam satya chhe,
    kharekhar yare gulabma-thi jyare madh nichowai
    jai tyare koine shu jaru chhe.Mito hameshs pith
    pachdaj kha mare chhe. kavita wanchin dil daddadu thi gayu.
    Commentby:
    Chandra.

  • Vishwa

    this is so true..it hurts really bad your friends leave you behind
    those friends who you thought were true ones and gonna be there forever with u

  • સુરેશ

    આ ‘સારસ્વત’ કોણ છે? બહુ જ સરસ લખ્યું છે –

    ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા
    પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.

    સામી છાતીના પ્રહારોમાં નથી સરખાપણું
    પીઠ પાછળ ઘા કરે એ મિત્ર હોવા જોઈએ.