Daily Archives: August 26, 2008


સાતમ આઠમ નો મેળો @ મહુવા 11

સાતમ આઠમનો મેળો એ સૌરાષ્ટ્રમાં તહેવારોની શરૂઆતની છડી પોકારે છે….આમ તો વડોદરામાં  શ્રાવણ મહીનાના દર શનિવારે મેળો ભરાય જ છે, પણ પોરબંદર, રાજકોટ કે અન્ય કાઠીયાવાડના શહેરોના મેળા જેવુ તો નહીં જ…. શુક્રવારે મિત્રોએ પૂછ્યું કે અમરેલી મેળે જવુ છે કે ભાવનગર જવું છે? બંને જગ્યાએ લોકમેળા યોજાયા છે … અને મહુવાથી આ બે જ જગ્યા જવા આવવાના સમય સાથે જવા અને આવવાનું ય નજીક પડે….પણ મેં વિચાર્યું કે જે વિસ્તારમાં હું રહું છું તેનો મેળો તો જોવો જ પડે….અને એટલે જ નક્કી કર્યું જવાનું મહુવા બાયપાસ પાસે આવેલા ભૂતનાથ મહાદેવના મંદિર પાસે થતા મેળાને માણવાનું… એક ટીપીકલ લોકમેળામાં કેવુ દ્રશ્ય હોય? પોતાના સમુદાયને કે સમાજને વ્યક્ત કરતા, રોજીંદી ઘરેડથી અલગ અને રંગબેરંગી એવા સુંદર અને નયનરમ્ય પોશાકમાં સુસજ્જ નર નારીઓ મેળામાં ગણ્યા ગણાય નહીં એટલી સંખ્યામાં…ખાણી પીણીની લારીઓ, ચકડોળ અને તેમાં બેસવા ઉત્સુક બાળકો અને મોટેરાઓ….પાણી પૂરી અને આઈસ કેન્ડી, મંદિર અને ભીડ, હાથમાં હાથ અને આંખોમાં આંખો નાખી મહાલતા યુવાન હૈયા અને સારા વરસાદથી સારા પાકની આશાએ હરખાતો ખેડુત….. બધુંય અહીં અચૂક જોવા મળે. અમારા પરિવારના કેટલાક સભ્યો સાથે અમે ય મેળે ચાલ્યા, મહુવા બસ સ્ટેન્ડથી લગભગ ૫ કીમી આવેલા આ સ્થળે જવા છકડા, મોટી રિક્ષા, નાની રિક્ષા અને બસ જેવા અનેક વિકલ્પો ઉપલબ્ધ હતા, અમે છકડામાં જમાવ્યું. છકડાવાળાએ તો ઉપાડી … મજા પડી ગઈ … અને ફેવીકોલની એડ યાદ આવી ગઈ … નાના છોકરાવને રમકડાના મોબાઈલ જોઈતા હતા તો અપાવ્યા, મોટેરાઓએ મગફંળી લીધી, કોઈકે મકાઈ ના બાફેલા ડોડા લીધા, ક્યાંક સોડા પીવાઈ તો ક્યાંક આઈસ્ક્રીમ ખવાયો…..મારી પુત્રી હાર્દી નાના બાળકો ના ચકડોળમાં બેસવાની જીદ કરતી હતી તો […]