ભણાવવું એટલે શું? – મનુભાઈ પંચોળી 6


ભણાવવું એટલે શું?

ભણાવવુ એટલે જાણકારી આપવી

અને સાથે મર્દાનગી આપવી

આજે શિક્ષણનું મુખ્ય કામ

અન્યાય સામે લડવાનું શિખવવાનું છે.

આપણા શિક્ષણ માંથી, સાહિત્યમાં થી

એવી તાકાત જન્મવી જોઈએ કે જેથી

સામાન્ય માણસ ઉઠીને ઉભો થાય અને

અન્યાય નિવારણ માટે લડત આપે

શિક્ષણનું ખરૂં કામ આ છે

ભણેલો માણસ શૂરવીર હોય

સેવા પણ એને માટે જ છે

સેવા માંથી મર્દાનગી પ્રગટ થવી જોઈએ

સામાન્ય માણસમાં નૂર પ્રગટવુ જોઈએ

શિક્ષણ, સાહિત્ય અને સેવા,

જે કરવાનું છે તે આ છે

શિક્ષણ ખાતર શિક્ષણ નહીં

સાહિત્ય ખાતર સાહિત્ય નહીં

સેવા ખાતર સેવા નહીં

તે ત્રણેયમાંથી શક્તિ પ્રગટવી જોઈએ

માણસ બેઠો થવો જોઈએ

આવી તાકાત જો ન નીપજતી હોય

તો શિક્ષણ – સાહિત્ય – સેવા બધુંય નકામું

 – મનુભાઈ પંચોળી


Leave a Reply to mayur joshiCancel reply

6 thoughts on “ભણાવવું એટલે શું? – મનુભાઈ પંચોળી