પ્રેમ માં અનુભવો – એન જે ગોલીબાર 3


પ્રસ્તુત છે એન જે ગોલીબારની એક હઝલ …

પ્રેમ માં અનુભવો …

પ્રેમ વિષે કેવળ રોતી આંખે નહીં,
હસતા હોઠે પણ વાત થઈ શકે સાંભળો.

તબિયત પ્રેમનો ચારો ચરી પાગલ થવાની છે.
મને ઈચ્છા હવે મજનૂનો રેકોર્ડ તોડવાની છે.

લઈને બેટરી સાથે નીકળતે, જો ખબર હોતે,
કે ખીસ્સામાં પડેલી પાવલી પણ ગુમ થવાની છે.

મેં પહેલા પાણી સાથે ગટગટાવી જઈ, પછી વાંચ્યુ,
લખ્યું’તું બાટલી પર, દવા આ ચાટવાની છે.

ઘડીભરમાં તમે રહેશો, ન માથાનું દરદ રહેશે,
અસર એવી ચમત્કારિક અમારી આ દવાની છે !

ભલેને એમનું ડાચૂં છે ઉતરેલી કઢી જેવું,
અમારી પાસે તરકીબ હાસ્યને ફેલાવવાની છે.

 – એન જે ગોલીબાર


Leave a comment

Your email address will not be published. Required fields are marked *

 

3 thoughts on “પ્રેમ માં અનુભવો – એન જે ગોલીબાર