વડોદરા આજકાલ


રવિવાર અને સોમવારે વડોદરામાં ઘણા વખત પછી કાંઈ પણ કારણ વગર પરિભ્રમણ કર્યું. ખૂબ જ મજા પડી. આઈનોક્સમાં જોયું જાને તું યા જાને ના …. અને એ મને ખૂબજ ગમ્યુ. અમારૂ પણ કોલેજ માં એક ગ્રૃપ હતુ, ભલે આવુ નહીં પણ તો ય, અને બીજી વાત ગમી નવા નિશાળીયાઓની એક્ટીંગની … બધાની એક્ટિંગ સરસ છે. ઈમરાન ક્યૂટ લાગે છે તો જેનીલીયા સુંદર .. સ્ટોરી સારી છે અને વચ્ચે વચ્ચે કોમીક સીન્સ મૂકી ફિલ્મને સુંદર બનાવી છે. બધા મિત્રો કહેતા હતા કે લવસ્ટોરી ૨૦૫૦ ઠીક છે પણ આ સારૂ છે ….

આ પહેલાની વડોદરા આજકાલ વાળી પોસ્ટમાં બુક્સ વિષે હરસુખભાઈ એ મને લેન્ડમાર્ક નો બુકસ્ટોર સૂચવ્યો હતો, તો મૂવી પૂરી કરી ત્યાં ગયો. અત્યંત પ્રભાવશાળી કલેક્શન્સ. પણ એક વાત ખૂંચી કે જેટલી ચીવટથી અંગ્રેજી પુસ્તકો ગોઠવીને રાખ્યા છે એટલી કાળજી ગુજરાતી પુસ્તકોની નથી લેવાઈ. ગુજરાતી પુસ્તકોને ચાર પાંચ વિભાગો માં વહેંચી બે લાઈનમાં અલગ અલગ કબાટોમાં મૂક્યા છે.  પણ કેટલાક સારા ગુજરાતી પુસ્તકો ત્યાં ઉપલબ્ધ છે … એટલે આપણે તો ગાયને ચારો મળ્યા જેવુ થયું … સાત પુસ્તકો ખરીદ્યા. …. ગ્રાઊન્ડફ્લોર પર સીડીઝ અને ડીવીડીનું કલેક્શન પણ જબરદસ્ત છે, એટલે ત્યાં પણ કાર્ડ બરાબર ઘસ્યુ …

વડોદરા સેન્ટ્રલ, જે ગેંડા સર્કલથી રેસકોર્સ વાળા રોડ પર આવે છે તેની સામે તૈયાર થાય છે સેન્ટ્રલ સ્ક્વેર, જ્યાં ઘણી બ્રાન્ડસની એસેસરીઝ, ફર્નીચર, ઈલેક્ટ્રોનીક આઈટમ્સનો શો રૂમ વગેરે બની રહ્યા છે. સારૂ છે … આ એરીયા બીજો અલકાપુરી થઈ રહ્યો છે.

તો સંગમ ચાર રસ્તા પર અચાનક ક્યાંકથી ત્રણ ટ્રાફીક પોલીસ અંકલોએ દેખા દીધી, અને ઉભો રાખી ને કહે લાઈસન્સ અને પી યુ સી આપો, મારી પાસે પી યુ સી ન હતુ તો કહે પચાસ રૂપીયા દંડ ભરો. હું વોલેટમાં થી પૈસા કાઢતો હતો ત્યાં તો બીજા એક બાઈક વાળાને રોક્યો … તો તે કહે આ બાઈકને દડ ન લાગે … પોલીસે નંબર જોઈને જવા દીધો … મેં પૂછ્યું તો કહે નવુ બાઈક છે એને એક વર્ષ નથી થયુ, પણ મને ખબર પડી કે તેમાં પાછળ નંબર પ્લેટ પર ભૂરા અને લાલ રંગના રંગરોગાન થયેલા હતા અને લાલ અક્ષરે P લખ્યુ હતુ. તેની સીરીઝ MM (2000) અને મારી BG (2004) તોય મારી પાસે પચાસ ઉઘરાવ્યા.

રાત્રે ઘરે થી બસ સ્ટેન્ડ જવા નીકળ્યો તો એક અંકલ કાર લઈને નીકળ્યા હતા તેમણે સંગમ સુધી લીફ્ટ આપી, ત્યાં જેવો કાર માં થી ઉતર્યો કે વીટકોસની બસ મળી ગઈ અને ફક્ત ચાર રૂપીયામાં શટલ રીક્ષા થી વહેલો સ્ટેશન પહોંચાડ્યો….

વડોદરાની દરેક મુલાકાત મજા કરાવે છે કે પછી આટલા વર્ષ વડોદરામાં રહ્યાને લીધે તેની સાથે માયા બંધાઈ ગઈ છે … તેની નાની વાત પણ આકર્ષે છે … અને એટલે જ મને વડોદરા ખૂબ ગમે છે.

Read full series connected to Vadodara – Click here

 


આપનો પ્રતિભાવ આપો....

0 thoughts on “વડોદરા આજકાલ

 • saksharthakkar

  ફરી વાર મજા આવી ગઇ, પહેલી વારની તમારી મુલાકાત વિશે પણ સરસ લખ્યું હતું, હું પણ ઓક્ટોબરમાં જઉં છું વડોદરા, મારા અનુભવો પણ શેર કરીશ.

 • Chirag Patel

  વાહ, વડોદરા ઘુમવાની મઝા પડી. મારું, આપણું, પ્યારું વડોદરા.

  સાચું કહું? પુસ્તક કે ચોપડીને બદલે ‘બુક્સ’ શબ્દપ્રયોગ ના ગમ્યો! ભદ્રંભદ્ર ગુજરાતી ના બોલીએ પણ શક્ય એટલું ગુજરાતી બોલીએ તો સારું નહીં?

 • Harsukh Thanki

  “લેન્ડમાર્ક” અને “ક્રોસવર્ડ” વગેરે ખાસ તો અંગ્રેજી પુસ્તકો માટે જ છે. તેઓ કહેવાપૂરતાં ગુજરાતી પુસ્તકો રાખે છે. ગુજરાતી પુસ્તકોનું સારું કલેક્શન મળી રહે એવો કોઇ સ્ટોર તો થાય ત્યારે ખરો. કેટલાક પ્રયાસો થયા છે, પણ સંતોષકારક નહિ. “જાને તૂ…” વખણાઇ રહી છે. મેં “લવસ્ટોરી ૨૦૫૦” જોઈ, માથે પડી.

 • હેમંત પુણેકર

  તમારા લેખ વાંચીને વડોદરા આવવાની ઈચ્છા વધુ પ્રબળ થતી જાય છે. ગયા વર્ષે દીવાળીમાં વડોદરા આવ્યો હતો ત્યાર પછી શક્ય થયું નથી. વડોદરા આવું છું તો એવું લાગે છે ત્યાના લોકો જ નહીં ત્યાંની દુકાનો, રસ્તા જેવી નિર્જીવ વસ્તુઓ પણ મને ઓળખે છે. પુણે વસવાટને પાંચ વર્ષ થવા આવ્યાં પણ આવું લાગતું નથી.