એક શરણાઈવાળો – દલપતરામ 10


એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી,
રાગ રાગણી વગાડવામાં વખણાયો છે;

એકને જ જ જાચું એવી ટેક છેક રાખી, એક
શેઠને રીઝાવી મોજ લેવાને મંડાણો છે;

કહે દલપત પછી બોલ્યો કંજૂસ શેઠ
ગાયક ન લાયક તુ ફોકટ ફૂલાણો છે:

પોલું છે તે બોલ્યુ તેમાં કરી તેશી કારીગરી,
સાંબેલુ બજાવે તો હું જાણુ, કે તુ શાણો છે.

– દલપતરામ


Leave a Reply to gopal parekhCancel reply

10 thoughts on “એક શરણાઈવાળો – દલપતરામ

  • Dr Ram chocha

    ગુજરાતી સાહિત્ય સરિતાનું મીઠા પાણીનું ઝરણું એવા કવિ દલપતરામના પેગડામાં પગ રાખી શકે એવો કવિ ગુજરાતી સાહિત્ય રાણીને ક્યારેય નહીં મળે…ન ભૂતો ન ભવિષ્યતિ….

  • SHAIKH Fahmida -Ankleshwar

    Gpsc ni pariksha ma ghani vakhat aa ” polu che te bolyu……” e kayo Chand che e puchayu che. Je ne me barabar gokhi rakhyu hatu ke te manhar chand che .pan aakhi kavita koi divas vaachva ma na aavi. Aaje aa kavita thi mahitgar karva badal khoob aabhar.

  • હિના પારેખ

    પોલું છે તે બોલ્યુ તેમાં કરી તેશી કારીગરી,
    સાંબેલુ બજાવે તો હું જાણુ, કે તુ શાણો છે.

    આ પંક્તિ તો બહુ જાણીતી છે. પણ આખું કાવ્ય હમણાં જ વાંચવા મળ્યું.ગમ્યુ.

  • Harsukh Thanki

    સ્કૂલના દિવસો તો યાદ આવી જ ગયા, પણ સાથોસાથ ઝવેરચંદ મેઘાણીનું એક પુસ્તક પણ યાદ આવી ગયું. “જન્મભૂમિ”માં મેઘાણીની એક કોલમ પ્રગટ થતી હતી, તેમાં છપાયેલા લેખોનો એ સંગ્રહ હતો. પુસ્તકનું નામ “શરણાઇના સૂર” -વગાડનાર શાણો.

  • gopal parekh

    તમે તો મારાભૈ સ્કૂલના દિવસો યાદ કરાવ્યા,બહુ જ ગમ્યું વરસો પછી આ કવિતા વાંચવા મળી