એક ચપટી પ્રેમ 9


આ વાર્તા વાંચી અને બહુ ગમી પણ તેના લેખક વિષે માહિતી નથી. …રોમા એક નાની છોકરી હતી. તેને જમવાનુ બનાવવાનો ખૂબ શોખ હતો. જ્યારે પણ માં જમવાનુ બનાવતી તે ધીરેથી જઈને જોઈ લેતી કે મમ્મીના હાથનુ જમવાનુ એટલુ સ્વાદિષ્ટ હોય છે કે પિતાજી આંગળી ચાટતા રહી જાય છે. જે મહેમાન આવે તે પણ મમ્મીના રસોઈના વખાણ કરે છે. રોમા જોતી હતી કે મમ્મીની પાસે એક ડબ્બો છે. દરેક વખતે જ્યારે મમ્મી જમવાનુ બનાવે છે તો ડબ્બામાંથી કશુંક કાઢીને જરૂર નાખતી હતી. રોમાને લાગ્યુ કે જરૂર આ ડબ્બામાં જરૂર એવુ કશુ છે જેને રસોઈમાં મેળવવાથી રસોઈનો સ્વાદ બમણો થઈ જાય છે. માં તે ડબ્બાને ખૂબ સંભાળીને રાખતી હતી. રોમાએ પોતાની મમ્મીને એવુ કહેતા પણ સાંભળ્યુ હતુ કે આ ડબ્બો તેમને તેમની મમ્મી પાસેથી મળ્યો હતો.

એક દિવસ રોમાની મમ્મી બીમાર પડી ગઈ. રોમાએ હિંમત કરીને કહ્યુ કે કોઈ વાંધો નહી હવે મમ્મી આરામ કરશે અને જમવાનુ પોતે બનાવશે. જ્યારે રોમા કિચનમાં રસોઈ બનાવવા પહોંચી તો જમવાની બધી તૈયારી કર્યા પછી તેને યાદ આવ્યુ કે માંની દરેક ડિશ એટલે સ્વાદિષ્ટ બનતી હતી કે તે ઉપર મૂકેલા ડબ્બામાંથી રોજ કશુ ને કશુ નાખતી હતી. રોમાએ એક ટેબલ પર સ્ટૂલ મૂકીને અભરાઈ પર મુકેલો ડબ્બો ઉતારી લીધો. તેણે સ્ટીલનો એ નાનકડો ડબ્બો ખોલીને જોયુ તો ડબ્બામાં કશુ જ નહોતુ. બસ, જુના કાગળની એક નાનકડી ચિઠ્ઠી મૂકી હતી.

રોમાએ તે ચિઠ્ઠી ખોલીને જોયુ તો તેમાં લખ્યુ હતુ કે – બેટા તુ જે પણ બનાવે, તેમાં એક ચપટી પ્રેમ જરૂર નાખજે જેથી તારી બનાવેલી વસ્તુ બીજાને ગમે. રોમાને વાત સમજતા વાર ન લાગી. ….કેટલી સારી વાત છે ને કે અમારા દરેક કામમાં થોડો પ્રેમ સમાય જાય તો તે સામી વ્યક્તિને જરૂર પ્રભાવિત કરે છે. પ્રેમ દરેક દર્દની દવા પણ છે.


Leave a comment

Your email address will not be published. Required fields are marked *

 

9 thoughts on “એક ચપટી પ્રેમ