Daily Archives: July 1, 2008


અમરનાથ યાત્રા અને રાજકારણ

બપોરે ઘરનાં ડ્રોઈંગરૂમમાં બેઠા બેઠા જ્યારે એ સમાચાર સાંભળ્યા કે હવે કોંગ્રેસની સરકાર ને જમ્મુ કાશ્મીરમાં અમરનાથ શ્રાઈન બોર્ડ મુદ્દે પીપલ્સ ડેમોક્રેટીક પાર્ટીએ આપેલો ટેકો પાછો ખેંચી લીધો છે, અને છતાંય કોંગ્રેસ પોતાના વલણ પર અડગ છે, ત્યારે મને બે ઘડી થઈ ગયુ કે કદાચ સત્ય અને અસત્ય વચ્ચેની આ લડાઈમાં કોનો સાથ આપવો તે કોંગ્રેસે નક્કી કરી લીધું છે. અમરનાથ શ્રાઈન બોર્ડ ને ગુલામ નબી આઝાદની સરકારે અમરનાથ યાત્રિઓની સુવિધા અને સગવડ વધારવાના હેતુસર ૩૯.૮૮ એકર જમીન આપવાની વાત કર્યા પછી ત્યાં મોટા સ્તર પર તોફાનો ફાટી નીકળ્યા હતા. આ વિરોધ જમીન આપવા અને જંગલના વિનાશ વિરોધનો હતો કે યાત્રાધામને આપવા સામે હતો તે હજી મને સ્પષ્ટ નથી થયું. લખવા વાળાઓ તો આ વિશે ઘણું લખી શકે. મુદ્દઓને ઓપરેશન માટે શોધતી “કહેવાતી” ન્યૂઝ ચેનલ્સ આના પર ખૂબ લાંબા સમય સુધી ચર્ચા કરી શકે, પણ તમને કોઈ હલચલ દેખાઈ? હું ધર્મ નિરપેક્ષતાનો વિરોધ નથી કરતો, પણ જો તમે મુસ્લિમ સમાજને તેમની હજ યાત્રા માટે મદદ કરતા હોવ તો આ દેશમાં જેમની વસ્તી બહુમતીમાં છે તેવા હિન્દુઓને કોઈ મદદ કેમ નહીં? આ કદાચ સાંભળવામાં સારૂ ના લાગે પણ લઘુમતી….લઘુમતી અને આરક્ષણનો રાગ આલાપતી બધી સરકારો બહુમતી પ્રજા વિશે કાંઈ વિચારે છે કે નહીં તે વિષે મને શંકા થવા લાગી છે. આ જમીન આપવાનો વિરોધ મારા મતે ગેરવ્યાજબી હતો, જો આ જ પ્રકારનો વિરોધ કોઈ અન્ય ધર્મ વિરૂધ્ધ હિંદુઓ એ કર્યો હોત તો કહેવાતા ધર્મનિરપેક્ષ લોકો તલવાર લઈને લડી લેત, પણ કારણ કે તેઓ જો આ મુદ્દે હિંદુઓનો સાથ આપશે તો ધર્મ જનૂનીઓમાં ખપી જશે, જેનો તેઓ વિરોધ કરી રહ્યા છે, તેઓ કાંઇ બોલ્યા […]