શું કહો છો? પલળવુ છે? – જીગ્નેશ અધ્યારૂ


“આવ રે વરસાદ, ઢેબરીયો પરસાદ…….ઉની ઉની રોટલી ને કારેલાનું શાક….”

MY site at Pipavav Port just before starting of rain

આ જોડકણા ગાવા માટેના દિવસો હવે પાછા આવી ગયા છે. આજે તારીખ પાંચમી જૂન આખો દિવસ અહીં પીપાવાવ પોર્ટ માં વાતાવરણ વાદળછાયુ રહ્યું, સાંભળ્યુ હતુ કે રાજકોટમાં તારીખ ૪ ના રોજ ધમધોકાર ઝાપટું પડી ગયું છે, પણ અહીં, મહુવા રાજુલા, પીપાવાવ વિસ્તારમાં ખૂબ બફારો અને ગરમી હતી. હું મારી સાઈટ પર ઉભો હતો કે વાદળાની જમાવટ થવા માંડી, મેં મારા મોબાઈલ કેમેરાને સજીવન કર્યો અને તરતજ તે દ્રશ્યો ઝડપવા માંડ્યો, દૂર ક્યાંક વરસાદ વરસતો હતો તે ઘાટ્ટુ કાળુ ધાબુ દેખાતું હતુ. અને એ ઝડપથી અમારી તરફ જ આવી રહ્યું હતુ. અને હું હજી તો અમારી સાઈટની ગાડી સુધી પહોંચુ એ પહેલાતો છાંટા શરૂ થઈ ગયા અને હું જેવો ગાડીમાં બેઠો કે ધમધોકાર બેટીંગ કરી ને જાણે યુવરાજ દસ જ મિનિટ માં આઊટ થઈ જાય તેમ મેઘરાજ ટ્વેન્ટી ટ્વેન્ટી મેચની નાનકડી પણ ધમાકેદાર ઈનીંગ્સ રમી પેવેલીયન માં પાછા ફર્યા.

Beautiful rainbow clicked by Jignesh Adhyaru

અને હું….મજબૂર યે હાલાત ઈધરભી હૈ…વાળી પોઝીશન માં આ પહેલા વરસાદમાં પલળવાની ભૂતકાળની યાદો વાગોળતો વાગોળતો બેસી રહ્યો. એ યાદો જ્યારે મારે ન હતી મોબાઈલ સાચવવાની ચિંતા કે ન હતી ઓફીસની મજબૂરી, બસ કોઈક અલગારી ની જેમ પહેલા વરસાદમાં નહાવા દોડી જતા. આજે મને આ પેન્ટ જરૂરતથી મોટુ થઈ જતુ લાગ્યુ. જાણે કે પગની બેડીઓ….મન થયુ લાવ મોબાઈલ પૈસા બધુંય મૂકી ગાડીમાં, ને આ વરસાદમાં દોડી જાઉં પણ હવે કોઈક જોશે તો શું કહેશે વાળી બીક અને ઓન ડ્યૂટી હોવાની મજબૂરી, બંને એ મને પકડી રાખ્યો. દરમ્યાનમાં ભગવાને તો તેમની લીલા ચાલુ જ રાખી. વરસાદ પૂરો થયા પછી મેઘધનુષ્ય દેખાયા, અર્ધ વર્તુંળાકારે ઉપસેલા આ મેઘધનુષે જાણે એક વિશાળ દરવાજો બનાવ્યો…..જાણે કે કુદરત મને કહેતી હોય કે આ દરવાજા ની અંદર આવતો રહે બેટા, અહીં શાસ્વત સુખ અને પરમાનંદ છે…..

Beautiful rainbow clicked by Jignesh Adhyaruહું હજીય એ પહેલી ભીની થયેલી માટીની સુગંધ શ્વાસોમાં ભરી બેઠો છું, હજીય યાદ છે એ અવાચક સાદના છાંટા….એ નાનપણ, એ ચડ્ડી, વરસતો વરસાદ અને ભીંજાતો હું……

મને થયુ જીંદગી નેવુ ડીગ્રી ના ખૂણે વળી ગઈ છે…..જ્યાં મનની નિખાલસ ઈચ્છાઓને બદલે હવે દુન્યવી એટીકેટ્સ નિભાવવાનું મહત્વ વધારે છે….લોકો મને આમ જોશે તો શું વિચારશે એ મહત્વનું છે…નહીં કે હું શું ઈચ્છું છું……અને સાથે લીધો એક નિર્ણય…આજે તો પલળવુ જ છે…જેને જે વિચારવુ હોય એ વિચારે…મને પરવા નથી….આ એક પલળવા પર બીજા બધાના વાંધાવચકા કુરબાન……લગે રહો મુન્નાભાઈનો આ ડાયલોગ યાદ છે?

આ ક્લિપ મને ત્યારે યાદ આવી, અને એટલે જ ગમે ત્યાંથી શોધી પણ આ લેખ સાથે મૂકવી જ એમ નક્કી કર્યં હતુ. સાંભળો અને અનુભવો….

બાય ધ વે, આ ફોટા કેવા લાગ્યા?

શું કહો છો ? પલળવુ છે ? ?….

 – જીગ્નેશ અધ્યારૂ

(click photo to get full image / right click and save as to download)

0 thoughts on “શું કહો છો? પલળવુ છે? – જીગ્નેશ અધ્યારૂ

 • Harsukh Thanki

  ફોટા તો સરસ છે જ, તમારી લાગણીઓને તમે એટલી સહજ રીતે વ્યક્ત કરી છે કે વાંચનારને તેના બાળપણમાં ન ખેંચી જાય તો જ નવાઇ.

 • jayeshupadhyaya

  સુંદર ફોટા
  કાલે અમદાવાદ ના વંટોળમાં પહેલા ધુળથી પછી વરસાદમાં તરબતર થયો
  દરેક વ્યક્તીમાં ક્યાંક ને ક્યાંક બાળપણ સુતુ હોય છે

 • કુણાલ

  fotos to chhe j mast …. ane vaato pan etli j maja ni …

  mari vaat karu to haji 3 mahiina pahela jyare hyderabad ma pag mukyo tena 2 week pachhi j kamosami varsaad padelo ek aakhu wknd … jabardast .. .ema j bhina thai ne rakhdi lidhelu hyd ma .. .!! bau maja aveli .. 🙂

 • સુરેશ જાની

  બહુ જ સરસ લેખ અને એટલા જ સરસ ફોટા.
  આવા જીવનમાંથી પ્રગટતા લેખમાં તાજગી હોય છે.
  લગે રહો… જીગ્નેશ ભાઈ …

 • Niraj

  મોડા મોડા જોયા.. વરસાદની મોસમનો આનંદ જ અલગ છે.. સુંદર ફોટોસ્..

 • kapil soni

  paladva ne maja to girnar talati a j ave,a musaldhar varsad,a vilangdan dam,a girnar talati no marag,a jatashankar no dhidh…ahhhhh