શું તમે આ ખણખોદ વાંચી? (6) – સંકલિત


બે નાના બાળકો ટ્રેનમાં ખૂબ તોફાન કરતા હતા, બધાને હેરાન કરતા, ટીકીટચેકરે તેમને જોઈને તેમના પિતા ગરબડલાલને કહું, તમે આ લોકો ને સંભાળો નહીંતર તમે મુસીબતમાં મૂકાઈ જશો…

“તકલીફ?, તમે શું જાણો તકલીફ શું છે…મારી પત્ની હોસ્પિટલમાં છે, મને હ્રદયરોગની બીમારી છે, હું મારી સાસુ લપસી ગ્યા છે તેમની ખબર કાઢવા જાઊં છું, મારી દીકરીએ એકસાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો છે, આ બે છોકરાઓ માં થી એકની આંગળી દરવાજામાં આવી ગઈ છે, બીજાએ અમારી ટીકીટ બારી ની બહાર ફેંકી દીધી છે અને મને હમણા જ ખબર પડી કે હું ખોટી ટ્રેનમાં બેઠો છું……

********

અરે તને એક વાર કહ્યું તો ખરૂં કે દુકાનમાં કોઈ માણસ નથી, જા, ચાલ્યો જા…” શેઠજીએ ભીખારીને ધમકાવતા કહ્યું…
“થોડીક વાર તમેજ માણસ થઈ જાવને શેઠ !” ભીખારી બોલ્યો…

******

GOD MAKES MAN,
TAILOR MAKES HIM GENTELMAN,
GIRLFRIEND MAKES HIM HE-MAN
AND WIFE MAKES HIM DOBARMAN

******

“અલ્લાહ કે નામ પે કુછ દે દો બાબા”…ભીખારી એ ગરબડલાલને કરગરી ને કહ્યું
“તને શરમ નથી આવતી, જુવાન માણસ થઈને માંગી ને ખાય છે..એના કરતા કાંઈક કામ કર, મહેનત કરી ને ખા તો તને એ એક રોટલી ખાવામાં ય મજા આવશે, પરસેવાની કમાંણી…..”
“સાહેબ કુછ કા મતલબ પૈસા દેના હૈ, ભાષણ નહીં” ભીખારી બોલ્યો

 ******

“મકાન ભાડે આપવાનું છે પણ ફક્ત એને જેને બાળક ના હોય” ડાહ્યાલાલે પોતાના મકાનની બહાર બોર્ડ લગાડી રાખ્યું હતુ. થોડા દીવસ પછી એક બાળક તેમની પાસે આવ્યો અને બોલ્યો, “મારે મકાન ભાડે જોઈએ છે, મારે કોઈ બાળક નથી ફક્ત મા બાપ છે…”

************

આ પોસ્ટ કોપી કરી તેમના બ્લોગ પર મૂકતા મિત્રોને વિનંતિ કે ઓરીજીનલ પોસ્ટની લીંક અને લેખકનું નામ સાથે મૂકશો …ફક્ત પોસ્ટની કન્ટેન્ટ કોપી કરવી અને તમારા બ્લોગ પર તમારા નામ નીચે મૂકવી એ મારા મતે શિષ્ટાચારની બહારની વાત છે.  અને આ જોક નથી.

********

ચમન ડોક્ટર સાહેબ મારો દાંત બહુ દુઃખે છે, કાઢી નાખો ને…
ડોક્ટર સારુ અંદર આવો
ચમન પણ મને ડર લાગે છે
ડોક્ટર શેનો ડર લાગે છે
ચમન હું શરાબ પી લઊં પછી મારો ડર જતો રહેશે
ડોક્ટર સારુ તો લો થોડી શરાબ પી લો
શરાબ આપ્યા પછી
હવે સારુ લાગે છે
ચમન હજી થોડીક જોઈએ છે
ડોક્ટર હવે ડર લાગે છે
ચમન હવે કોના બાપ નો ડર, જોઊં છું કયો @$&#*% મારો દાંત કાઢે છે…

******

 આ પહેલા મૂકેલી હાસ્ય ના ફુવારાઓ જેવી પોસ્ટસ

શું તમે આ જોક્સ વાંચ્યો છે? (A collection of PJ’s) Part II  

શું તમે આ જોક્સ વાંચ્યો છે? (A collection of PJ’s)

શું તમે આ ખણખોદ વાંચી? (Collection of PJ’s Part III)

******

એક ડોક્ટરે પોતાના ઘરે ટપક્તા નળ બંધ કરાવવા પ્લમ્બરને બોલાવ્યો
તેણે દસ મિનીટ માં કામ પૂરૂ કર્યું અને ૨૫૦ રૂપીયા માંગ્યા
ડોક્ટર કહે “અરે ભાઈ મારી ઘરે વિઝિટ કરવાની ફી પણ આટલી બધી નથી, હું તો ૧૦૦ રૂપીયા જ લઊં છું”
પ્લમ્બરે કહ્યું  પણ હું તો કામની ગેરેંટી પણ આપું છું…

– Compiled by Jignesh Adhyaru

 


Leave a Reply to અનિમેષ અંતાણી Cancel reply

0 thoughts on “શું તમે આ ખણખોદ વાંચી? (6) – સંકલિત

 • કુણાલ

  આ પોસ્ટ કોપી કરી તેમના બ્લોગ પર મૂકતા મિત્રોને વિનંતિ કે ઓરીજીનલ પોસ્ટની લીંક અને લેખકનું નામ સાથે મૂકશો …ફક્ત પોસ્ટની કન્ટેન્ટ કોપી કરવી અને તમારા બ્લોગ પર તમારા નામ નીચે મૂકવી એ મારા મતે શિષ્ટાચારની બહારની વાત છે. અને આ જોક નથી.

  liked this one the most …

  though these are really gud ones…

  “થોડીક વાર તમેજ માણસ થઈ જાવને શેઠ !” ભીખારી બોલ્યો…

  “મારે મકાન ભાડે જોઈએ છે, મારે કોઈ બાળક નથી ફક્ત મા બાપ છે…”

 • અનિમેષ અંતાણી

  ફન-એન-ગ્યાનને વર્ડપ્રેસ પરથી ખસેડીને પેઈડ સર્વર લઈ જવાનું કારણ આ પણ છે.

  પેઇડ સર્વર પર બ્લોગ મૂકવાથી જાવા સ્ક્રીપ્ટ ચલાવી શકાય જેથી કોમેન્ટ બોક્ષમાં ગુજરાતીમાં ટાઈપ કરવાની સગવડ કરી શકાય, ઉપરાંત રાઈટ ક્લિક ડિસએબલ કરી શકાય જેથી કોપી-પેસ્ટ કરવું અઘરું પડે!