Daily Archives: May 17, 2008


ચેનલોની પારાયણ 5

આજ કાલ ધમધોકાર ચાલતો ધંધો હોય તો એ એક જ છે અને એ છે ક્રિકેટ, જ્યાં જુઓ ત્યાં બસ ક્રિકેટ, ક્રિકેટ અને ક્રિકેટ….અને એમાંય શાહરૂખભાઈ અને પ્રિતી ….(સોરી…. બહેન નથી લખતો) એ ક્રિકેટની ટીમ લીધી ત્યારથી તો જોનારા બમણા થઈ ગયા. સૌરવના છગ્ગા પર (જો એ મારે તો….) તાળી નહીં પાડવા વાળા શાહરૂખ હાથ હલાવે તો આખા ઉંચા થઈ જાય છે. આઈ પી એલ ચાલુ થયુ ત્યારથી તો સમાચાર ની ચેનલ જુઓ તો ક્રિકેટ, વળી મૂવી ચેનલ તો ક્રિકેટ લાઈવ જ બતાવે છે, કારણકે આમેય હવે આઈપીએલ ના લફડાઓ અને મૂવીના ટ્વીસ્ટસ અને ટર્નસ માં કોઈ ફરક નથી. !! તો એન્ટરટેઈનમેન્ટ ચેનલો તો ગૃહલક્ષમીના કબ્જા માં જ હોય છે જ્યાં થી તેમને સાસુને કે નણંદને કેમ હેરાન પરેશાન કરવી તેના લેટેસ્ટ નુસખા બતાવવામાં આવે છે, ન કરાય તેવા ચાંદલા કેમ કપાળમાં સ્થિર કરવા કે સમાવવા, એક સાડીના ત્રણ ડ્રેસ કેમ બનાવવા, ડોલ્બી ડીજીટલ સાઊન્ડટ્રેકમાં કેમ રડવું, વગેરે વગેરે કાર્યોની પરોક્ષ ટ્રેનીંગ પણ ત્યાં અપાય છે. તેમના પતિદેવો બિચારા તો ક્યાંય બીજે લફરાં કરવામાં બીઝી હોય છે, એટલે આ બીચારીઓ બીજુ શું કરી શકે? એક સીરીયલ છે જેમાં ૪૦૦ વર્ષનું પાત્ર જીવે છે….તો એક અન્ય સીરીયલ માં હીરોઈન ત્રણવાર પ્લાસ્ટીક સર્જરી કરાવી ચુકી છે, કોઈકે ત્રણ વાર મેરેજ કર્યા છે તો કોઈકે ચાર પત્ની, આ લોકો ને આ સિવાય બીજુ કાંઈ કામ નથી? કોઈક ચિદમ્બરમ સાહેબને જઈને કહે કે આમાં તમને ક્યાં ફુગાવો દેખાય છે? આમના માથે ટેક્સ મારો તો અમારૂ નોકરીયાતોનું કાંઈક ભલુ થાય કારણકે મિહિર કદી બજારમાં શાક લેતો કે તુલસી કપડા ધોતી બતાવાઈ નથી, આ લોકો પાસે બહુ પૈસા છે. […]