માળામાં ફરક્યું વેરાન – માધવ રામાનુજ 5


Bride Painting Bride of India

દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન,
પરદેશી પંખીના ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન …

ખોળો વાળીને હજી રમતાં’તાં કાલ અહીં
સૈયરના દાવ નતા ઉતર્યા;
સૈયરના પકડીને હાથ ફર્યા ફેર ફેર
ફેર હજી એય ન’તા ઉતર્યા,
આમ પાનેતર પહેર્યું ને ઘૂંઘટમાં ડોકાયું
જોબનનું થનગનતું ગાન
દાદાના આંગણામાં કોળેલા આંબાનું, કૂણેરું તોડ્યું રે પાન.

આંગળીએ વળગેલાં સંભાર્યા બાળપણાં,
પોઢેલાં હાલરડાં જાગ્યાં;
કુંવારા દિવસોએ ચૉરીમાં આવીને
ભૂલી જવાના વેણ માગ્યાં,
પછી હૈયામાં, કાજળમાં, સેંથામાં સંતાતું
ચોરી ગયું રે કોઈ ભાન,
પરદેશી પંખીના ઊડ્યા મુકામ પછી, માળામાં ફરક્યું વેરાન

– માધવ રામાનુજ


Leave a comment

Your email address will not be published. Required fields are marked *

 

5 thoughts on “માળામાં ફરક્યું વેરાન – માધવ રામાનુજ