શું તમે આ ખણખોદ વાંચી? (4) – સંકલિત 3


શું તમારે ડાહ્યા બનવુ છે? તો કશુંક ખૂબ જ મરી મસાલા વાળુ, કશુંક વિવાદાસ્પદ, કાઈક એવુ કે જે બોલ્યા પછી તમે આજતક કે આઈ બી એન પર બ્રેકીંગ ન્યૂઝ માં આવી જાઓ એવુ વિચારો અને પછી ચુપ રહો. (આમ તો બ્રેકીંગ ન્યૂઝ એટલે આ ન્યૂઝનું હવે પછી ઓપરેશન કરી તેને તોડી પાડવામાં આવશે)

એર ફક્કડ માં બેઠેલા પેસેન્જરને એરહોસ્ટેસ આવીને પૂછ્યું
“શું આપ નાસ્તો લેશો?”
“મારા ઓપ્શન્સ શું છે?” પેસેન્જરે પૂછ્યું
“હા કે ના”

તમે પરફેક્ટ છો એમ સાબિત કરો, મને પત્નિ એ ઝઘડાની પ્રોસીડીંગ્સ માં પૂછ્યું
“જો તું માને છે કે નોબડી ઈઝ પરફેક્ટ ?”
“હા…”
“અને લગ્ન પછી, આઈ એમ નો બડી ?”
“હા ”
“તો પછી સિમ્પલ, આઈ એમ પરફેક્ટ…”

એવા બહાદુર માણસને શું કહેશો જેણે જાણી જોઈને પોતાનો જમણો હાથ વાધ ના મોઢામાં મૂક્યો છે?
જવાબ :  ડાબોડી

ફક્ત એક ઈંચ વફાદારી, એક મીટર હોંશીયારી થી બહેતર છે.

જીંદગી ટેનીસ બોલ જેવી છે, કેટલો જોરથી ફટકો પડ્યો કે કેટલા ઊંચે થી પડ્યા એનું મહત્વ ઓછું છે, પડ્યા પછી કેટલા જલ્દી, કેટલે ઊંચે બાઊન્સ થયા એ અગત્યનું છે.

સ્ત્રિ પુરૂષને પરણે છે કારણ કે તેને અપેક્ષા હોય છે કે તે બદલાશે પણ તે બદલાતો નથી, પુરૂષ સ્ત્રિને પરણે છે કારણ કે તેને અપેક્ષા હોય છે કે તે ક્યારેય નહીં બદલાય પણ તે બદલાઈ જાય છે.

સ્ત્રિઓને સમજવી મુશ્કેલ જ નહીં નામુમકીન છે. લગ્ન પહેલા પુરૂષો પાસેથી એ આશા રાખે છે, લગ્ન પછી શંકા રાખે છે, પણ સન્માન નો વારો તો મૃત્યુ પછી જ આવે છે.

અને આવતીકાલ ની બધી ખણખોદ એવા હેરાન પરેશાન પતિઓને સમર્પિત છે જે સમજે છે કે થોડીક રાહ જોઈ હોત તો લેટેસ્ટ મોડેલ મળત ! (આ થોડો મોબાઈલ ખરીદવાનો છે? મોડેલ તો ૧૯૮૦ નું જ મળશે દોસ્ત…)…

આવતીકાલ ની બધી ખણખોદ પત્નિ સ્પેશીયલ…

– જીગ્નેશ અધ્યારૂ


3 thoughts on “શું તમે આ ખણખોદ વાંચી? (4) – સંકલિત

  • Kalidas V. Patel { Vagosana }

    જીગ્નેશભાઈ,
    ખણખોદ તો સારી રહી. મજા આવી. — પરંતુ —
    આટલી બધી જોડણીની તથા ટાઈપની ભૂલો ? … … સ્ત્રિ, કાઈક, ચુપ, પત્નિ, વાઘ ના, હોંશીયારી, વગેરે.
    આ ઉપરાંત — અક્ષરનાદના પેઈજના ઉપરના ટાઈટલમાં — ડ ઃઉનલોડ , સ ાહિત્યકાર, સં ઃ પર્ક જેવું ટાઈપની ભૂલોને કારણે છપાયું છે, તેને તો સુધારો યાર ! આપણી વેબસાઈટની કેવી ખોટી છાપ પડે ?
    કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

  • Rajesh Gangani

    જો આપની પાસે ” આપના ૧૮ ” દલપતરામ નુ કાવ્ય હોય તો pls પોસ્ટ કરજો.

    આભાર…..