Daily Archives: April 21, 2008


તારે આંગણિયે – દુલા ભાયા ‘કાગ’ 6

તારે આંગણિયે કોઈ આશા કરીને આવે રે, આવકારો મીઠો…આપજે રે જી… તારે કાને કોઈ સંકટ સંભળાવે રે, બને તો થોડું…કાપજે રે જી… માનવીની પાસે કોઈ… માનવી ન આવે…રે…, તારા દિવસની પાસે દુ:ખિયાં આવે રે  આવકારો મીઠો…આપજે રે…જી… કેમ તમે આવ્યા છો ? …એમ નવ કે’જે રે…, એને ધીરે એ ધીરે તું બોલવા દેજે રે  આવકારો મીઠો…આપજે રે…જી… વાતું એની સાંભળીને… આડું નવ જોજે… રે…, એને માથું એ હલાવી હોંકારો દેજે રે આવકારો મીઠો…આપજે રે…જી… ‘કાગ’ એને પાણી પાજે.. સાથે બેસી ખાજે…રે…., એને ઝાંપા એ સુધી તું મેલવા જાજે રે  આવકારો મીઠો…આપજે રે…જી…  – દુલા ભાયા ‘કાગ’ – Dula bhaya ‘Kaag’ ( ભાવનગરના મહુવા પાસે મજાદર ગામમાં 25 નવેમ્બર 1902ના રોજ દુલા કાગનો જન્મ થયો હતો. માત્ર પાંચ ચોપડી ભણેલા દુલાકાગ રચિત ‘કાગવાણી’ના સાત ખંડમાં એમનો ચારણીછાંટવાળો શબ્દદેહ પદ ,દુહા-મુક્તક, ભજન, પ્રાર્થના, જેવા સ્વરૂપોમાં જીવી રહ્યાં છે )