બાપા સીતારામ – જીગ્નેશ અધ્યારૂ (ભાગ ૨) 26


કાલે મૂકેલી પોસ્ટ – બાપા સીતારામ ભાગ ૧ થી આગળ

બાપા બજરંગદાસ અને બગદાણા એક બીજાના સમરૂપો થઈ ગયા છે. બગદાણા ગુરૂ આશ્રમ ઘણા લોકો માટે શ્રધ્ધા અને વિશ્વાસની જગ્યા છે. બાપા સીતારામ ની મઢૂલીઓ તમને સૌરાષ્ટ્રના દરેક ગલી નાકાઓ પર જોવા અચૂક મળશે.

બાપા બજરંગદાસ નો જન્મ ઝાંઝરીયા હનુમાન ની જગ્યા માં થયો હતો.  શિવકુંવરબા અને હીરદાસજી તેમના માતા પિતા હતા. શિવકુંવરબા એ આશરે સો વર્ષો પહેલા બાપા બજરંગદાસને જન્મ આપ્યો. તેમને ૧૧ વર્ષની વય થી જ ખાખી જમાતમાં શામેલ થવાની લગની લાગી, અને તે ગુરૂ ની શોધમાં અયોધ્યા પહોંચ્યા. અહીં તેમની મુલાકાત ગુરૂ શ્રી સીતારામજી સાથે થઈ. ગુરૂજી એ તેમને પ્રભુ ભક્તિ માં ધ્યાન આપવા અને તપ કરવા કહ્યું.

એક વાર જ્યારે બાપા ઊનાળા માં મુંબઈ માં હતા ત્યારે ત્યાં પીવાના પાણીની ખૂબ અછત હતી. ખૂબ માણસ મેળા ને લીધે ભેગુ થયુ હતુ. ગુરૂજીએ બાપાને પાણી ની વ્યવસ્થા કરવાનું કહ્યું. બપાએ ત્યાં દરીયા કીનારે એક ડાર બનાવ્યો, (દરીયાની રેતી માં હાથ થી ખાડો ખોદી ને પાણી કાઢવુ તે) બાપા એ કરેલા એ ડાર માં થી મીઠુ પાણી નીકળ્યુ. કહે છે કે બાપા એ સાક્ષાત ગંગા ને ત્યાં પ્રગટ કરી. આ ઘટના પછી બાપાની સક્ષમતા વિષે અને તેમના એક મહાન સંત હ્રદય હોવા વિષે ગુરૂજીને કોઈ શંકા ના રહી. ત્યાર પછી શ્રી સીતારામજી એ બાપાને લોક ઊધ્ધાર અને સેવા ના કામ માટે ઝુકાવવા હાકલ કરી.

ગુરૂજી એમનાથી એટલા પ્રભાવિત થયા કે તેમણે બાપાને સમાજ ના લોકો, તેમના જીવન ધોરણ અને તેમની વિચારસરણી માટે કામ કરવા હાકલ કરી, અને બાપા ને સમાજ માં, ભારતના ગામડાઓમાં ફરવાની પરવાનગી આપી. ગુરૂજી ની હાકલને અનુસરીને તેમની ઈચ્છા પૂરી કરવા માટે બાપાએ પોતાની સમાજ ઊધ્ધાર અને સેવાની યાત્રા શરૂ કરી.

તેઓ સૂરત (લક્ષ્મીનારાયણ મંદિર), હાનોલ (રણજીત હનુમાનજી), ભાવનગર, પાલિતાણા, જેસર વગેરે જગ્યાઓ એ ફરતા અને સેવાની ધૂણી ધખાવતા કાલમોદર પહોંચ્યા. અહીં તેમણે સપ્તાહ કરી અને ત્રણ વર્ષ અહીં રહ્યા.

બાપા ત્યાર પછી બગદાણા આવ્યા. અહીં તેમણે પાંચ “બ” ની વાત કહી
બગદાણા ગામ
બગડેશ્વર મહાદેવ
બગડ નદી
ઋષિ બગડદાણ
બાપા બજરંગદાસ,

બાપા બજરંગદાસે ત્યાર પછી અહીં સેવા અને સમાજ સુધારણા ની અખંડ ધુણી અહીં ધખાવી. અને બગદાણા માં રહી આસપાસના તમામ વિસ્તારોમાં સેવા અને લોકોના ઊધ્ધારના અનેક કાર્યો કર્યા. બાપા બજરંગદાસ એટલે જાણે મોટી ઉંમરનું બાળક, તદન સહજ, સરળ અને નિર્દોષ. તે નાના બાળકો ને બંડી ના ખીસ્સા માં થી ચોકલેટ આપે અને બદલામાં સીતારામ બોલાવે. આસપાસના બાળકો જોડે ગંજીપો રમતા, હુ તુ તુ રમતા અને ગિલ્લી દંડા પણ રમતા. નાના બાળકો સાથે એ નાના થઈ જતા. બાપા એટલે જાણે અરીસો, સાફ દિલ અને સરળ વાણી, મનમાં તે મોઢે, કાંઈ ખાનગી નહીં, કોઈ આંચળો નહીં, પેટમાં કોઈ પાપ નહીં અને ધર્મ નો કોઈ દેખાડો નહીં, તેમણે કદી સ્નાન, તિલક, માળા, પૂજાપાઠ કે ચેલા ચેલીના પ્રદર્શન કર્યા નથી કે નથી કોઈ પંથ કે સમુદાય કર્યો. તેમને અનુસરવા વાળાઓ પણ તેમના જેવા જ સીધા સરળ અને ધરતીના છોરૂ છે. કોઈ દેખાડો નહી, કોઈ પંથ નહીં, ફંડ ફાળો ઊઘરાવવાની વાત નહીં, કે ખોટા ચમત્કારની વાતો ફેલાવતા નથી, એ તો બસ બાપા એ ચીંધેલા સેવા અને સદાવ્રતના માર્ગે ચાલ્યા જ જાય છે. પ્રસિધ્ધિની કોઈ ખેવના નહીં. કેવુ સુંદર અને અલભ્ય વિશ્વ છે બગદાણાનું એ તો ત્યાં ગયા પછી જ સમજાય. બાપા કહેતા કે ખુલ્લી બાજી વાળા જ જીતે છે કારણ કે ખુલ્લી બાજી મારા રામજીને બૌ ગમે છે, બાકી ગુપ્ત બાજી પણ છેવટે તો ખુલ્લી થવાની જ છે અને પછી જગ નિંદા થશે તે અલગ…

તમે શું કહો છો?….

બાપા સીતારામ

– જીગ્નેશ અધ્યારૂ


Leave a Reply to ashwinCancel reply

26 thoughts on “બાપા સીતારામ – જીગ્નેશ અધ્યારૂ (ભાગ ૨)

  • M.D.Gandhi, U.S.A.

    આજે આ સાઈટની મુલાકાત લીધી અને બહુ સુંદર જાણવા મલ્યું.
    વાર્તાઓ વચ્ચે આવા લેખોની શૃંખલા પણ સુંદર જ્ઞાન પીરસી જાય છે.
    બહુ ગમ્યું.

  • Bayuksinh Sodha

    બહુ સરસ વાત કરિ કે બન્ધ બાજિ ક્યરેક ખુલી જાય્ બાપા બહુ દયાદુ હતા અને બાળકો તેમને બહૂ વહાલા હતા
    jaya bapa sitaram

  • APURAV

    BapaSitaram Hu Bagdana Katlivar Gayo Chu MAne BagdanaDham Bahu Gane Chai hu Suarast No J Chu Maru Gam Kantasar Chai Hu Tya Jyare Pan Avu
    Tyare Bagdana Jav CHu Kamke Hu Tya Gaya Vagar Hari Sakto Mara Pag Bagdana Java Mate Attur Thayi Jay Chei Ane Bagdana Jav Tyare Tyani Seva Karvani Maja Ave Kamke Tya Cha Pani Karya Vagar Koi Bhakt Rahi Nahi Sakto Kamke Bapa Ne Cha Bahu Gamti Ane 24kalak Jamvanu Chalu Rahe
    Chai Poonam Ma To Bagdana Jane Melo Jame Chai Bhakto Ni Bhid Atli Bahdi Ane Pag Mukvani Jagya Nahi Hoti Bagdana Ma Rahvani Suvidha Pan Bahu Sari Chai
    Param Pujy Sant Siromani Bajrangdasbapasutaram

  • VIJAYKHUT & ASSOCIATES

    many years ago
    bapa coming for bagadana and resident for in bagadana, bapa come to bagadana so bagadana is not for bagdana bagana is bagadana dhaam
    great country server is bapa sitaram

  • vagh sandip mohanbhai

    BapaSitaram Hu Bagdana Katlivar Gayo Chu MAne BagdanaDham Bahu Gane Chai hu Suarast No J Chu Maru Gam Kantasar Chai Hu Tya Jyare Pan Avu
    Tyare Bagdana Jav CHu Kamke Hu Tya Gaya Vagar Hari Sakto Mara Pag Bagdana Java Mate Attur Thayi Jay Chei Ane Bagdana Jav Tyare Tyani Seva Karvani Maja Ave Kamke Tya Cha Pani Karya Vagar Koi Bhakt Rahi Nahi Sakto Kamke Bapa Ne Cha Bahu Gamti Ane 24kalak Jamvanu Chalu Rahe
    Chai Poonam Ma To Bagdana Jane Melo Jame Chai Bhakto Ni Bhid Atli Bahdi Ane Pag Mukvani Jagya Nahi Hoti Bagdana Ma Rahvani Suvidha Pan Bahu Sari Chai
    Param Pujy Sant Siromani Bajrangdasbapasutaram

  • Naresh

    bapa sitarab no pahle thi j ho chahak chu. bapa hare mare koi jono sambndh hoy tevu mane lage che. bapa hamesha mari sathe hoy tevu mane lage che.

  • kiran vaishnav

    tame bapa sitaram vishe janavine bahuj suru kam karyu chhe bigdi banade par lagade me naiya o khevaiya o bavaliya aaya bagdana nagari
    dekh teri nagari saghali jay bapa sitaram jay jay bapa sitaram

  • RAMESH K. MEHTA

    BAPA SITARAM IS REAL ST.OF MAHUVA AND BAGDANA.
    HE WAS OPEN HEARTED MAN AND HOLY SOUL.
    TO GET HIS BLESSING IS GREAT EXPERIENCE AND
    ACHIEVEMENT IN OUR LIFE.

    JAI BAPA SITARAM.

  • Chetan sutariya

    બગદાણા ગામ
    બગડેશ્વર મહાદેવ
    બગડ નદી
    ઋષિ બગડદાણ
    બાપા બજરંગદાસ,

    plz send this page my yahoo id
    chetan008780@yahoo.com

    jay બાપા બજરંગદાસ

  • amit darji

    Hu jyare ane gametya bapasitaram nu nam lakhelu jou chhu tya tarat naman karu chhu.ane jyare madhuli ni same thi jau chhu darshan karya vagar aagad nikadto nathi.

    Jyare BAPA na darbar ma jau chhu tyare temni same aankh ma thi aansu nikdi jay chhe.su khabar aansu thi pap dhovay chhe k temni pase thi javanu dukh.

    Jyare pan time made atle man bapa na dham ma javanu kahe chhe.ane hu regular bagdana javano prayatna karu chhu ane karto rahish.

    aapshree ne vinanti k bapa na kam ma kai pan madad joi k kai pan vastu ni jaroor hoy to game tyare mane contect karo jaruriyat puri karvano purto prayatna karish

    mob.09925999699 AMIT DARJI

    Jai bapa sitaram.

  • Girish V. Patel

    બાપા એટલે જાણે અરીસો, સાફ દિલ અને સરળ વાણી, મનમાં તે મોઢે, કાંઈ ખાનગી નહીં, કોઈ આંચળો નહીં, પેટમાં કોઈ પાપ નહીં અને ધર્મ નો કોઈ દેખાડો નહીં, તેમણે કદી સ્નાન, તિલક, માળા, પૂજાપાઠ કે ચેલા ચેલીના પ્રદર્શન કર્યા નથી કે નથી કોઈ પંથ કે સમુદાય કર્યો. તેમને અનુસરવા વાળાઓ પણ તેમના જેવા જ સીધા સરળ અને ધરતીના છોરૂ છે. કોઈ દેખાડો નહી, કોઈ પંથ નહીં, ફંડ ફાળો ઊઘરાવવાની વાત નહીં, કે ખોટા ચમત્કારની વાતો ફેલાવતા નથી, એ તો બસ બાપા એ ચીંધેલી સેવા.

    Sitaram…
    Jay Sitaram…
    Jay BAPA Sitaram…

  • સુરેશ જાની

    બાપા કહેતા કે ખુલ્લી બાજી વાળા જ જીતે છે કારણ કે ખુલ્લી બાજી મારા રામજીને બૌ ગમે છે,

    બહુ જ ગમ્યું .