Daily Archives: March 25, 2008


કોઈ – જયંતિ પરમાર

ખાદી હાટના એરકન્ડીશન્ડ શો રૂમમાં ચીમળાઈને ઊભેલી ગાંધીની પ્રતિમાની આંખમાં જામેલા ગોડસેના લોહીને કેટલાક પતંગીયાઓ ખોતરી રહ્યા છે. બહાર ઊભેલા નાગા, ભુખ્યા ટાબરીયાઓ (આવતીકાલના નાગરીકો) પર પોલીસે હાથ અજમાવતા સત્ય, અહિંસા, સર્વોદય લખેલી કાચની તક્તીઓ પર હાથ ફેરવતા ફેરવતા ભાગી છુટે છે ત્યારે … … … ગાંધી ના વારસદારો ખુશ છે; કોઈ ભૂખ્યુ નથી કોઈ તરસ્યુ નથી કોઈ … … … પેલી મૂર્તિ ની આંખમાં જામેલું લોહી હવે ફરી વહેવા માંડ્યુ છે.  – જયંતિ પરમાર ( કવિ પરીચય  :  જયંતિ પરમાર નો તળેટી નામનો કાવ્ય સંગ્રહ અચાનક હાથમાં આવ્યો અને આ વખતે વડોદરા થી પીપાવાવ આવતા આવતા બસમાં એ વાંચ્યો. હ્રદયના સ્પંદનો ને શબ્દોનો દેહ આપી ઊતારવાની કળા શ્રી જયંતિભાઈ માં પૂરેપૂરી ઊતરી છે. તેમના કાવ્યો વાંચી ને મને ખૂબજ આનંદ થયો, અને એટલે જ મેં આજે તેમની કવિતા અહીં મૂકી છે. એક કવિ આજીવન કવિ હોય છે, તેમના જીવનના અલ્પવિરામો એ કદી પૃર્ણ વિરામ નથી બનતા.)  – જીગ્નેશ અધ્યારૂ