મારુ ઘર… – જીગ્નેશ અધ્યારૂ 3


The Home of Hopes

ગમ થી દૂર, તમ થી નજીક
મનનું સંગીત, મહેકતુ નગર
જીવનનો રસ, લાગણીનો કસ,
દુઃખ આઘુ ખસ, આ મારુ ઘર

આતમને સંગ, અંતર ઊમંગ
જીવનના રંગ, સુખનું નગર,
આશા પતંગ, હૈયુ વિહંગ
હિંમતની જંગ, છે મારુ ઘર

આશાઓ તારી, મૂડી છે મારી
સપનાઓ સઘળા, લાંબી ડગર
હીંમતનો હાથ, સંઘર્ષોનો સાથ
જીવન સંગાથ, આ મારુ ઘર

દુઃખોની ઘાત, નિરાશાને હાત..
હિંમતનો સાથ, જીવનપથ પર
મારો શ્વાસ, મારી આશ,
તારો વિશ્વાસ, આ મારું ધર

 – જીગ્નેશ અધ્યારૂ


3 thoughts on “મારુ ઘર… – જીગ્નેશ અધ્યારૂ

Comments are closed.