પ્રેમ તારો – જીગ્નેશ અધ્યારૂ 3


પ્રેમ તારો હું પામી શકીશ કે નહીં?
તારો સાથ જીવનભર મેળવી શકીશ કે નહીં?

જોયા સપના સાથે જીવવા મરવાના
એ બધા સાકાર કરી શકીશ કે નહીં?

લખ્યા છે જે પત્રો હૈયુ નીચોવીને
એ બધા તને આપી શકીશ કે નહીં?

વિચારોમાં જે તને હજારોવાર કહ્યું છે
તે હકીકતમાં કહી શકીશ કે નહી?

અંતરંગ ઓરતા ને સોહામણા શમણાં
તારી આંખોમાં પ્રેમ મેળવી શકીશ કે નહીં?

આજ કાલ કરતા દીવસો અનેક ગયા
હવે તો તું મારી વેલેન્ટાઈન બનીશ કે નહી?

જીગ્નેશ અધ્યારૂ


3 thoughts on “પ્રેમ તારો – જીગ્નેશ અધ્યારૂ

 • Rajendra Trivedi, M.D.

  લખ્યા છે જે પત્રો હૈયુ નીચોવીને
  એ બધા તને આપી શકીશ કે નહીં?
  પ્રેમ તારો હું પામી શકીશ કે નહીં?

 • સુરેશ જાની

  ગદ્ય જેવું વધારે લાગે છે !
  ‘દીવસ’ ઉંઝામાં બરાબર છે !

Comments are closed.