મારા ઘટમાં


મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી
મારૂ મનડું છે ગોકુળ વનરાવન
મારા મનના આંગણીયામાં તુલસીના વન
મારા પ્રાણજીવન …હે મારા ઘટ માં…

મારા આતમના આંગણે શ્રી મહાપ્રભુજી
મારી આંખો દીસે ગિરધારીરે ધરી
મારૂ તનમન ગયું છે જેને વારી રે વારી
મારા શ્યામ મુરારી….હે મારા ઘટ માં…

મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વહાલા
નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા
મેં તો વલ્લભ પ્રભુજીના કીધા છે દર્શન
મારૂ મોહી લીધુ મન….હે મારા ઘટ માં…

હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું
હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું
મેં તો ચિતડું શ્રીનાથજીને ચરણે ધર્યું
જીવન સફળ કર્યું … હે મારા ઘટ માં…

મેં તો પુષ્ટિ રે મારગ કેરો સંગ રે સાધ્યો
મને ધોળ કિર્તન કેરો રંગ રે લાગ્યો
મેં તો લાલાની લાલી કેરો રંગ રે માંગ્યો
હીરલો હાથ લાગ્યો … હે મારા ઘટ માં…

આવો જીવનમાં લ્હાવો ફરી કદી ના મળે
વારે વારે માનવદેહ ફરી ન મળે
ફેરો લખ રે ચોર્યાસીનો મારો રે ફળે
મને મોહન મળે … હે મારા ઘટ માં…

મારી અંત સમય કેરી સુણો રે અરજી
લેજો શરણોમાં શ્રીજીબાવા દયા રે કરી
મને તેડાં રે યમ કેરાં કદી ન આવે
મારો નાથ તેડાવે … હે મારા ઘટ માં…

આ ગીત સાંભળવા અહીં ક્લિક કરો. (Real Audio Song) Download Realplayer