ધૂણી રે ધખાવી બેલી… 2


ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની
હરીના એ નામની રે અલખના એ ધામની… ધૂણી રે ધખાવી

ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઊડીને આવ્યો
તન-મનથી તરછોડાયો, મારગ મારગ અથડાયો
હે ગમ ના પડે રે એને ઠાકુર તારા નામની… ધૂણી રે ધખાવી

કોને રે કાજે રે જીવડા ઝંખના તને રે લાગી
કોની રે વાટ્યું જોતા ભવની આ ભાવટ ભાગી
હે તરસ્યું રે જાગી જીવને ભક્તિ કેરા જામની.. ધૂણી રે ધખાવી


2 thoughts on “ધૂણી રે ધખાવી બેલી…

 • ચન્દ્રકાન્ત લોઢવિયા

  શ્રી જીજ્ઞેશભાઈ,
  આપની નવી કૃતિ વિભાગમાં આવેલ વાર્તા ….તો તો હવે બોવ ધ્યાન રાખવું પડશે વાંચ્યા બાદ “જૂના વર્ષોમાં આજનો દિવસ વાંચવાની શરૂઆત કરી છે.
  ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની વાંચી. તેમાં કૃતિના રચીયતા માટે જાણકારી જોઈએ છે..
  ચન્દ્રકાન્ત લોઢવિયા / તા. ૨૮.૦૧.૨૦૧૪

 • bhavsarnayna

  જય શ્રરિ ક્રિશ્ના
  બહઉ જ સારાસ મા ને જન માન્ગલ નામા વલિ ના સ્તોત્ર જોઇએ ચે ઇન્ત્ર્ન થિ મોક્લ્શો

Comments are closed.