ચાલ જઈએ પ્રણયના રસ્તે – જીગ્નેશ અધ્યારૂ 3


 તારી સાથૅ…

ચાલ જઈએ પ્રણયના રસ્તે, કોઈ પણ ચાહત વિના,

મળશે ક્યાંથી જીવનની મંઝિલ, તારી મુહબ્બત વિના,

પ્રણયનો પંથ કાંટાળો છે, બસ તારો જ સથવારો છે,

વિશ્વાસનું વહાણ, પ્રણયનો દરીયો, સંદેહોની સંગત વિના.

અરમાનોનો ભાર લઈને ચાલી શક્યું છે કોણ?

ચાલને હલકા થઈને જઈએ નાહકની હસરત વિના,

સમજણની હદથી ઘણે દૂર આવી ગયા છીએ,

દુઆ કબૂલે છે ખુદા પણ હવે, લમ્હા એ ઈબાદત વિના.

 – જીગ્નેશ અધ્યારૂ


3 thoughts on “ચાલ જઈએ પ્રણયના રસ્તે – જીગ્નેશ અધ્યારૂ

Comments are closed.